મોરબીના લુંટાવદર રાજપૂત સમાજ દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી : મોરબીના લુંટાવદર રાજપૂત સમાજ દ્વારા કચ્છમાં આશાપુરા જતા પદયાત્રીઓ માટે જામનગર માળિયા હાઇવે, પીપળીયા ચાર રસ્તા પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રીઓને રહેવા-જમવાની અને મેડીકલ દવાઓ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એકત્રીસ વર્ષથી દર વર્ષે અન્ય લોકો પાસેથી રોકડ રકમની સહાય લીધા વિના આ કેમ્પ યોજવામાં આવે છે. પદયાત્રીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ બત્રીસમાં સેવા કેમ્પના આયોજનનો લાભ લેવા લુટાવદર રાજપુત સમાજ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.