ટંકારાના સાવડી ગામે દુર્લભ એવો સૂર્ય કાચબો દેખાયો

- text


ટંકારા : હાલ પુરી થવા આવેલી વરસાદની ઋતુ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ત્યારે વિવિધ જીવ જંતુઓ અને પ્રાણી-પક્ષીઓ વન-વગડામાં દ્રશ્યમાન થતા હોય છે. ટંકારાના સાવડી ગામ ખાતે આવો જ એક દુર્લભ જીવ જોવા મળતા તેને જોવા લોકો એકઠા થયા હતા. આ જીવ એટલે સૂર્ય નામે ઓળખાતો કાચબો. કાચબો એક ઉભયજીવી (પાણી તેમ જ જમીન પર રહેતું) પ્રાણી છે. કાચબો ચાલી પણ શકે છે તેમ જ પાણીમાં તરી પણ શકે છે. કાચબો ખારા અને મીઠા પાણી એમ બંને જગ્યાએ જોવા મળે છે. સામાન્ય રીતે કાચબાનું આયુષ્ય લાંબુ (આશરે ૨૦૦ વર્ષ જેટલું) હોય છે. કાચબાની ઘણી પ્રજાતિઓ જગતમાં જોવા મળે છે. કાચબાની પીઠ અત્યંત મજબૂત હોય છે, જેનો ઉપયોગ તલવાર વડે લડતી વખતે બચાવ માટે વપરાતી ઢાલ બનાવવા માટે થતો હતો. 23 મેં 2000થી ‘અમેરિકન કાચબા બચાવ સંસ્થા’ દ્વારા “વિશ્વ કાચબા દિવસ” મનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેનો હેતુ દરીયાઇ અને જમીની કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન કરવાનો છે. કેટલાક કાચબાઓ તેમનુ જીવન દરીયામાંજ વીતાવે છે ફક્ત તેઓ ઇંડા મુકવા માટે જ જમીન પર આવે છે. પ્રાણી શાસ્ત્રીઓ જમીન પર વસનારા કાચબાને ટોટર્સ (tortoise) કહે છે, જ્યારે સમુદ્રના, નદીના, કુવાના તથા સરોવરના કાચબાને ટર્ટલ (turtle) કહે છે. બન્ને જાતો એકબીજા કરતા જુદી છે. પાણીનો (ટર્ટલ) કાચબો સહેજ ચપટા પગ ધરાવે છે, જેથી તેને હલેસાંનું કામ આપે છે. નદીના તેમજ સરોવરના ટર્ટલ બહુ મોટા નથી હોતા. લંબાઇ 1 થી 2 ફીટ જેટલી અને વજન અંદાજે 63 કિલોગ્રામ જેટલુ હોય છે.

- text

ટંકારામાં જોવા મળેલ સૂર્ય કાચબો પાણી તેમજ જમીન પર રહી શકે છે. આ કાચબાની ઢાલ (શરીર) પર સૂર્યના કિરણો વિસ્તરણ પામતા હોય એવી છાપ જોવા મળે છે. આથી તેને સૂર્ય કાચબો એવું સ્થાનિક નામ મળ્યું છે. લોકોમાં આ કાચબો ઘરમાં રાખવાની ઘેલછા જોવા મળે છે, કારણ કે આ કાચબો સુખ-સમૃદ્ધિ આપે છે તેવી લોક વાયકા છે. શિકારીઓ આવા કાચબા પકડીને તેનો ગેરકાયદે વેપાર કરે છે. જો કે વન-પ્રાકૃતિક ધારા હેઠળ આવા કાચબા ઘરમાં રાખવા-વેંચવા એ ગુન્હો બને છે. જેમાં દંડ અને જેલની સજાની જોગવાઈ છે.

- text