40 કિલોમીટર દૂર લાઇટબીલ ભરવા જવા મજબુર માળીયા (મી.)ની જનતા

- text


માળીયા (મી.) : મોરબી જીલ્લાના માળિયા(મી) તાલુકા અને શહેર વિસ્તારમાં એકનું એક વિજબીલ કલેક્શન સેન્ટર બંધ થઈ જવાથી આ વિસ્તારના લોકોને ભારે અગવડ વેઠવાનો વારો આવ્યો છે. જે બાબતે કે.ડી.બાવરવાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

માળિયા (મી.) શહેર શૈક્ષણિક તેમજ આર્થીક રીતે પછાત વિસ્તાર છે. આ વિસ્તારના લોકો મોટા ભાગે મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો પણ સદંતર અભાવે છે. માળિયા (મી.)માં બસ સ્ટેશન નથી. હોસ્પિટલ છે પણ સ્ટાફ નથી, મ્યુનિસિપાલ્ટી છે પણ કાયમી ચીફ ઓફીસર અને પૂરતો સ્ટાફ નથી. મામલતદાર ઓફીસ પણ ફક્ત નામની જ છે. તાલુકા ઓફીસ પણ ખંડેર જેવી અવસ્થામાં હોય એ ક્યારે પડશે અને મોટો અકસ્માત સર્જાશે તેની તંત્ર જાણે રાહ જુવે છે. બેંકમાં પૂરતો સ્ટાફ નથી આથી નવા ખાતાઓ ખુલતા નથી.

- text

આવી બધી મુશ્કેલીઓ વચ્ચે એક નવી મુશ્કેલી આ વિસ્તારના લોકો ઉપર આવી પડી છે અને તે છે વિજબીલ કલેકશન સેન્ટર બંધ થવાની. અત્યાર સુધી જે વિજબીલ કલેક્શન સેન્ટર હતું એ અચાનક બંધ થયેલ છે. આથી લોકોને પોતાના ઘરથી 40 કિલોમીટર દુર જવું પડે છે.

ઉપરોક્ત બાબતે કે.ડી.બાવરવાએ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને રજુઆત કરી આ સમસ્યાનું ત્વરિત નિરાકરણ નહિ આવે તો ગાંધી ચીંધ્યામાર્ગે રજુઆત કરવા મજબુર થવું પડશે તેમ જણાવ્યું હતું.

- text