ખારી-ત્રાજપર પ્રાથમિક શાળાની એરગન કૃતિ ટિક્ટોક પર લોકપ્રિય બની

- text


મોરબી : મોરબીમાં લીલાપર પ્રાથમિક શાળા ખાતે ગત તા. 18 સપ્ટે.ના રોજ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાંખારી-ત્રાજપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલી એરગન કૃતિ રજુ કરવામાં આવી હતી. એરગન કૃતિ વડે એવું દર્શાવવામાં આવ્યું હતું કે ખેતરમાં પાકને નુકસાન પહોંચાડતા પશુઓને એરગન દ્વારા બિનહાનિકારક રીતે ભગાડવામાં આવે છે. આ કૃતિની વિડીયો ટિક્ટોક પર મુકવામાં આવ્યો હતો. માત્ર એક જ દિવસમાં આ વીડિયોને 1,64,000થી વધુ લોકોએ લાઈક કર્યો હતો. તેમજ 300થી વધુ લોકોએ કૃતિ અંગે માહીતી માંગી હતી. આમ, મામૂલી ખર્ચે કૃતિ ટિક્ટોક પર લોકપ્રિય બનતા શાળા પરિવાર દ્વારા કૃતિ બનાવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text