મોરબીની એલ.ઇ. કોલેજની સિવિલ બ્રાન્ચના ફ્રેશર્સ માટે વેલકમ પાર્ટી યોજાઈ

મોરબી : મોરબીની એલ.ઇ. કોલેજના સિવિલ બ્રાન્ચના ફ્રેશર્સ માટે વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી હોટેલમા રાખવામાં આવી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ખૂબ આનંદ માણ્યો હતો. સાથે હળી મળીને ખૂબ વાતો કરી હતી. આમ પાર્ટી તમામ વિદ્યાર્થીઓ માટે એક યાદગાર સંભારણું બની રહી હતી.