કુદરતી આપત્તિમાં ઉમદા ફરજ બદલ મોરબીના Dysp, Psi સહિત ત્રણના સન્માન થશે

- text


મોરબી : પાછલા દિવસો દરમ્યાન પડેલા અનરાધાર વરસાદને પગલે સર્જાયેલી પુર જેવી પરિસ્થિતિમાં પોલીસ કર્મીઓની પ્રશંસનીય કામગીરીની નોંધ લઈ ગુજરાત અધિક પોલીસ મહાનિર્દેશક, હથિયારી એકમ કચેરી, ગાંધીનગર દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોના પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવનાર છે. જેમાં વડોદરા, ભરૂચ અને મોરબીના પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરાયો છે.

- text

ભારે વરસાદ દરમ્યાન જાહેર જનતાની મદદ કરનાર અને જીવન જોખમે લોકોને પુરની પરિસ્થિતિમાં ઉગારનાર મોરબીના પ્રો.ના.પોલીસ અધિકારી મુકેશભાઈ પી ચૌધરી, પો.સબ.ઇન્સ. એલ.બી.બગડા અને લોકરક્ષક દળના પૃથ્વીરાજસિંહ આર જાડેજાને રાજ્યના અન્ય જાંબાઝ પોલીસ કર્મચારીઓ સાથે 20 સપ્ટેમ્બરના દિવસે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે સન્માનિત કરવામાં આવશે.

 

- text