મોરબીના નાની વાવડી પાસે જુગાર રમતા 5 ઝડપાયા

મોરબી : મોરબીના નાની વાવડી ગામ પાસે જુગાર રમતા 5 શખ્સોને એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યા હતા. આ સાથે રૂ. 40 હજારની રોકડ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ એ ડિવિઝન પોલીસે નાની વાવડી ગામ પાસે સમજુબા સોસાયટી, ખોડિયાર ડેરી પાછળ નવા બનતા મકાન નજીક ચાલતા જુગાર ઉપર દરોડો પાડીને જયકીશનભાઈ યોગેશભાઈ આહીર, અમરશીભાઈ રાઘવજીભાઈ રૂપાલા, ચંદુલાલ નરશીભાઈ સંઘાણી, પ્રવીણભાઈ ઉર્ફે કારુભાઈ માવજીભાઈ કાવર અને દુર્લભજીભાઈ મોહનભાઇ રૂપાલાને રૂ. 40,150ની રોકડ સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.