ટંકારાના સજ્જનપરમા ધોધમાર ઝાપટું

- text


મોરબી : ટંકારાના સજ્જનપરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.જેના કારણે ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત હડમતીયા ગામે પણ ઝાપટું આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. સાથે ટંકારા શહેરમા પણ છાટા વરસ્યા હતા. હાલ ટંકારા પંથકમાં વરસાદી માહોલ બનતો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બે ગામોમાં ઝાપટા પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ છે.

- text