કારમાં પણ હેલ્મેટ પહેરવું પડે? મોરબીના કારચાલકને હેલ્મેટનો મેમો

- text


પોલીસની ભૂલથી હાસ્યાસ્પદ ઘટના સર્જાઈ

મોરબી : મોરબીમાં ટ્રાફિકમાં કાયદાની અમલવારીમા ટ્રાફિક પોલીસના મહાભગા સમાન એક ભયંકર છબરડો બહાર આવ્યો છે.ટ્રાફિક પોલીસે કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારીને હદ કરી દીધી છે.અંધેર તંત્રનો આ નમૂનો હાસ્યસ્પદ હોવાની સાથે આઘાતજનક પણ છે.

- text

સરકારના આદેશ પ્રમાણે તા.15 ઓક્ટોબર સુધી ટ્રાફિકના આકરા દંડની જોગવાઈની અમલવારી મોકૂફ રાખવામાં આવી છે. એ પહેલાં તંત્રએ એક ભયંકર ગોટાળો કર્યો છે.જેમાં જુના ટ્રાફિકના નિયમોની જેમ ભૂલ દોહરાવીને આ નવા ટ્રાફિકના કાયદામાં મહભગો કરીને ટ્રાફિક પોલીસે હદ કરી નાખી છે.મોરબીના રવાપર રોડ પર આવેલ રોયલ પાર્ક સોસાયટી રોડ પરના સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા મયંકભાઈ હરજીવનભાઈ દલસાણીયા કાર ચલાવતા હોવા છતાં હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકાર્યો છે.

મોરબી એ ડિવિઝનની ટ્રાફિક પોલીસે આ કાર ચાલકને જે ઇ ચલણ મોકલ્યું છે. તેના ફોટામાં હકીકતમા કારની બાજુમાં હેલ્મેટ વગર એક બાઈકચાલક જોવા મળે છે. ત્યારે પોલીસે આ બાઈકને મેમો આપવાના બદલે કારના માલિકને હેલ્મેટનો મેમો આપી દીધો છે. આ વિચિત્ર દંડનો બનાવ હાલ મોરબી શહેરમાં ટોક ઓફ ટાઉન બન્યો છે.

- text