મોરબીની નવયુગ સંકુલમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનની ચૂંટણી યોજાઈ

મોરબી : શિક્ષણની સાથે સાથે ઈત્તર પ્રવૃત્તિ ક્ષેત્રે પણ હર હંમેશ આગળ રહેતી નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ જ નહીં પરંતુ તેની સાથે અન્ય પ્રવૃતિઓ દ્વારા પ્રેક્ટીકેલ જ્ઞાન પણ મેળવે તે હેતુથી શાળામાં ધોરણ-7 અને 8માં સામાજિક વિજ્ઞાનનું અધ્યયન કરાવતા શિક્ષક સંદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી અને વડાપ્રધાનની ચૂંટણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ હોંશભેર મતદાન કર્યું હતું. આ ચૂંટણી માટે નેતાના એજન્ટો, BLOની કામગીરી, મતદાન મથક તથા મતદાન માટેના ઝોનલની કામગીરી વિદ્યાર્થીઓએ કરી હતી. જેથી, વિદ્યાર્થીઓ દેશની ચૂંટણી પ્રક્રિયાને સમજી શકે તેમજ ખરા અર્થમાં ભણતર સાથે ગણતરનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આ તકે માર્ગદર્શક શિક્ષક સંદીપસિંહ ઝાલા તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.