મોરબીના ઉંટબેટ ગામે ગ્રીન એન્ડ બ્લુ ગુડ ડિડ્સ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના ઉંટબેટ ગામે ગુજરાત ઈકોલોજી કમિશન ગાંધીનગરના સેક્રેટરી તથા સિનિયર મેનેજર નિશ્ચલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સમર્થ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી ‘ગ્રીન એન્ડ બ્લુ ગુડ ડીડ્સ’ વિષય અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પર્યાવરણને સુરક્ષિત રાખવાના ઉપાયો, જળ સંશોધનો, ઘન કચરાનું વ્યવસ્થાપન, દરિયાઈ જીવોનું સરંક્ષણ જેવા અનેક વિષયો પર વિગતવાર માહિતી આપી સમજણ આપવામાં આવી હતી.આ તાલીમમાં મોટી સંખ્યામાં ગ્રામલોકો હાજર રહ્યા હતા. તેમજ ગામના સરપંચ હંસાબેન જયરાજભાઈ, તલાટી પંકજભાઈ દેથરિયા, સમર્થ ઓર્ગેનાઈઝેશનના ડાઇરેકટર કાંતાબેન પટેલ, મહિલા વિકાસ સેવા મંડળના પ્રમુખ ઉષાબેન કારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમર્થ ઓર્ગેનાઈઝેશનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text