મોરબી જિલ્લા કક્ષાની અંડર 17 ફૂટબોલ સ્પર્ધા 23મીએ

- text


ઓપન એઇજ ભાઈઓ-બહેનો માટેની 24મીએ ફૂટબોલ સ્પર્ધા યોજાશે

મોરબી : મોરબી જિલ્લા કક્ષાની અં-17 ભાઇઓ બહેનોની ફૂટબોલ સ્પર્ધા વરસાદના કારણે અગાઉ મોકુફ રાખવામાં આવી હતી.ત્યારે હવે આ જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધા તા.23 સપ્ટેબરને સોમવારના રોજ યોજાશે. જિલ્લા કક્ષાની આ ફૂટબોલ સ્પર્ધામાં માટે રજીસ્ટ્રેશન કરનાર તમામ ટીમના મેનેજરોએ પોતાની સ્કૂલની ટીમ સાથે સવારે 8:30 કલાકે ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ લજાઈ મુકામે હાજર રહેવા જણાવાયું છે.વધુ ઇન્કવાયરી માટે કન્વીનર મુસ્તાક સુમરા મો 9924192926 પર કોન્ટેક્ટ કરવાની અપીલ કરાઈ છે.

- text

જ્યારે ફુટબોલ ઓપન એજ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધા તા. 24/09/2019 ના રોજ ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ લજાઈ મુકામે સવારે 8:30 કલાકે યોજશે. જેની સર્વે ફૂટબોલ ટીમોએ નોંધ લેવાની અપીલ કરવામાં આવી છે.ત્યારે આ ફૂટબોલ.મેચ ભારે રોમચક બની રહેશે.આથી મોરબી જિલ્લાની ફૂટબોલ પ્રેમી જનતાને પણ આ મેચ નિહાળવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

- text