હળવદ નજીક ટ્રકમાંથી તમાકુ અને ઓટો પાર્ટ્સના રૂ. 2 લાખના પાર્સલની ચોરી

- text


હળવદ : હળવદ નજીક દેવળીયા ચોકડી પાસે એક ટ્રકમાંથી તમાકુ અને ઓટો પાર્ટ્સના રૂ. 2 લાખના પાર્સલની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ નજીક અમદાવાદ-માળિયા હાઇવે ઉપર સોલડી ટોલનાકાથી દેવળીયા ચોકડી વચ્ચે ટ્રક નંબર GJ 12Y 5689માંથી તાડપત્રી કાપી તમાકુ, ઓટો પાર્ટ્સ તથા સાયકલ પાર્ટના કિંમત રૂ. 2,05,769ના પાર્સલની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં બટુકસિંહ ગગુભા સોઢા ઉ.વ. 53 રહે. દેવપર તા. નખત્રાણાવાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- text