મોરબી નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન

મોરબી : મોરબીમાં આગામી તા. 26 સપ્ટે.ના રોજ સવારે 11 વાગ્યે યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નગરપાલિકાને જરૂરિયાત મુજબના કમ્પ્યુટર ઓપરેટર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ઇલેકટ્રીશીયન / વાયરમેન, ફીટર, મોટર મિકેનિક, ઈલેક્ટોનીક્સ (કમ્પ્યુટર રીપેરીંગ) માટે આશરે 35 જુદી-જુદી જગ્યાઓ પર ITI પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસની નિમણુંક આપવા માટે પસંદગી કરવાની છે. જેથી, લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે આ ભારતી મેળામાં હાજર રહેવા માટે નગરપાલિકા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.