મોરબીમાં જુગારધામ પર દરોડો : 7 શખ્સો રૂ. 1.47 લાખની રોકડ સાથે પકડાયા

 એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગાર સામે બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબીની ઉમા ટાઉનશીપમા ચાલતા જુગારધામ ઉપર બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 7 શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. 1.47 લાખની રોકડ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી બી ડિવિઝન પોલીસે ઉમા ટાઉનશીપમા આવેલ પરિશ્રમ એપાર્ટમેન્ટના બી બ્લોકમાં 201 નંબરના ફ્લેટમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડીને જતીન મનસુખભાઇ દેસાઈ ઉ.વ. 26 રહે. ઉમા ટાઉનશીપ, પરિશ્રમ એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર 201, કાંતિભાઈ રેવજીભાઈ દલસાણીયા ઉ.વ.47 રહે. મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તાર, અકરમભાઈ અમીનભાઈ કાદરી ઉ.વ. 19 રહે. ઓમશાંતિ સ્કૂલ પાછળ , વિશ્વકર્મા સોસાયટી, શનાળા રોડ, ભુપેન્દ્રભાઈ બાબુભાઇ ભીમાણી ઉ.વ.25 રહે. રવાપર રોડ, સારથી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202, સુનિલ બાબુભાઇ જશાપરા ઉ.વ. 28 રહે. રવાપર બોનીપાર્ક, તીર્થ એપાર્ટમેન્ટ અને મેહુલભાઈ લાલુભાઈ દેત્રોજા ઉ.વ. 29 રહે. મહેન્દ્રનગર આનંદપાર્ક વાળાને પકડી પાડ્યા હતા.

આ સાતેય શખ્સોની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસે રૂ. 1,47,550ની રોકડ પણ કબ્જે કરી હતી. હાલ આ સાતેય શખ્સો સામે પોલીસે ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.