ટંકારા : 63 બોટલ વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઇ

ટંકારા : દારૂના ધંધામાં પોલીસને શંકા ન જાય એ માટે મહિલાઓ દ્વારા પણ આ ગેરકાયદે ધંધા કરાવવામાં આવતા હોય છે. ત્યારે ટંકારા પોલીસને ટાઉન વિસ્તારમાં એક મહિલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચતી હોવાની માહિતી મળતા હકીકતની ખરાઈ કરી તેને ઝડપી પાડવામાં આવી હતી.

ટંકારા ટાઉન વિસ્તારમાં પો.કોન્સ. વિક્રમભાઈ કુંગસિયા, રમેશભાઇ ચાવડા, પ્રવીણભાઈ મેવા, હસમુખભાઈ પરમાર, WULR આરતીબેન ફેફર, દર્શનાબેન પાઘડાળ સહિતનો પોલીસ સ્ટાફ ખાનગી તથા સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતો એ દરમ્યાન પો.કોન્સ. પ્રવીણભાઈ મેવાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ટંકારાના લક્ષ્મીનારાયણ સોસાયટી -5,માં નીતાબેન જાદવજી ગણેશીયા ઉં.વ.40 વિદેશી દારૂ વેચે છે. હકીકતની ખરાઈ કરીને ઉપરોક્ત તમામ પોલીસ સ્ટાફે બાતમી વાળા સ્થળે રેડ કરતા પાર્ટી સ્પેશિયલ ડીલક્ષ વહીસ્કીની 63 બોટલ કિંમત રૂ. 25200 મળી આવતા પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.