વાંકાનેર નજીક રૂ.34 હજારનો ઈંગ્લીશ દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇ

- text


પોલીસને જોઈને કાર ચાલક.કાર રેઢી મૂકીને ફરાર થઈ ગયો

વાંકાનેર : થાન રોડ ઉપર વાંકાનેર સિટીની હદમાં ગઈકાલે રાત્રે વાંકાનેર પોલીસે બાતમીના આધારે રૂ.34 હજારનો ઈંગ્લીશ દારૂ ભરેલી ઇકો કાર ઝડપી લીધી હતી.જોકે વોચમાં ગોઠવાયેલી પોલીસને જોઈ જતા કાર ચાલક કાર ત્યાં જ રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો.

- text

આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વધેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઇ એચ.એન.રાઠોડ તથા એ.એસ.આઇ. એ.આર.પટેલ, પો.હેડ.કોન્સ. કિરીટસિંહ ઝાલા ,પો કોન્સ.હરેશભાઇ આગલ સહિતનો પોલીસ સ્ટાફ ગતરાત્રે વાંકાનેર સીટી વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગ કરી રહ્યો હતો.તે સમયે એ.એસ.આઇ.એ.આર.પટેલને ચોકકસ બાતમી.મળી હતી કે,એક ઇકો ગાડી નંબર જી.જે.36 એલ. 3530માં ઈંગ્લીશ દારૂ ભરીને થાન તરફથી વાંકાનેર બાજુ આવે છે.આ બાતમી મળતા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ થાન રોડ પર વાંકાનેર સિટીની હદમાં વોચમાં ગોઠવાયો હતો.તે સમયે આવતી ઇકો ગાડીના ચાલકે પોલીસને જોઈ જતા દારૂ ભરેલી ગાડી ત્યાં જ રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો.બાદમાં પોલીસે ઇકો કારમાંથી 123 બોટલ કિંમત રૂ.36900નો ઈંગ્લીશ દારૂ તથા કાર સહિત કુલ રૂ.3.36 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text