મોરબી : સાર્થક વિદ્યામંદિરના છ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં ઝળકશે

મોરબી : રમત-ગમત,યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી ની કચેરી મોરબી દ્વારા સંચાલિત ખેલમહાકુંભ-2019 જિલ્લાકક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના 6 ખેલાડીઓએ રાજ્યકક્ષામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જેમાં અંડર-14 માં 2 ખેલાડીઓ જિલ્લા પ્રથમ તેમજ 3 ખેલાડીઓ જિલ્લા દ્વિતિય અને 1 ખેલાડી જિલ્લા તૃતીય સ્થાન પ્રાપ્ત કરી તમામ ખેલાડીઓની રાજ્યકક્ષા માટે પસંદગી થઈ છે.તેવું સાર્થક વિદ્યામંદિરના વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું.પસંદગી થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનુ નેતૃત્વ કરશે. આ સિઘ્ઘી બદલ સાર્થક પરિવાર તેમજ સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ શુકલે તમામને અભિનંદન પાઠવ્યા હતા.