મોરબી : ઉભરાતી ગટર સમસ્યાના મુદ્દે આમરણાંત ઉપવાસ આંદોલનને સ્થાનિકોનો ટેકો

- text


મોરબી : વરસાદ બાદ સમગ્ર મોરબી શહેર જાણે ગંદકીમય બની ગયું હોય એમ મોટાભાગના વિસ્તારો ગટરોના ઉભરાતા પાણી અને કચરાના ગંજ વચ્ચે ત્રાહિમામ પોકારી રહ્યું છે. ત્યારે મોરબીના વોર્ડ નંબર 6માં માધાપર અને મહેન્દ્રપરામાં ગંદકી સહિતની વિવિધ સમસ્યાઓને લઈને પાલિકાના માજી સભ્યએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનના ત્રીજા દિવસે સ્થાનિક લોકો પણ પ્રતીક ઉપવાસમાં જોડાયા છે.

- text

સમગ્ર મોરબી શહેર હાલ ગંદકીથી ખદબદી રહ્યું છે, જેની પ્રતીતિ એ વાત પરથી થાય છે કે રોજ સવાર પડે અને કોઈને કોઈ બે ચાર વિસ્તારોમાંથી નાગરિકો પાલિકા કચેરીએ ટોળા સ્વરૂપે ઉગ્ર રજુઆત કરવા દોડી આવતા જોવા મળે છે. ત્યારે મોરબીના વોર્ડ નંબર 6માં ગંદકીની સમસ્યા એટલી વકરી છે કે પાલિકાના માજી સભ્ય અનિલભાઈ હડિયલે આ સમસ્યાનો હલ ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ આંદોલન છેડયું છે. ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર બેઠેલા અનિલભાઈને સ્થાનિકો દ્વારા ટેકો જાહેર કરાયો છે. આજે આંદોલનના ત્રીજા દિવસે 18 તારીખે આયદનભાઈ ગરચર, ઇન્દુભાઈ લાંઘણોજા, પ્રભુભાઈ નકુમ, કિશનભાઈ ભરવાડ, હાજી સલીમભાઈ ઘાંચી, ભીખાલાલ લસાણીયા અને કરણસિંહ જાડેજા પ્રતીક ઉપવાસમાં જોડાયા હતા. આંદોલન અને આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ આંદોલન પ્રજાહિતમાં ચાલુ રહેશે.

- text