હળવદના બુટવડા ગામનો ગુમ થયેલ વિદ્યાર્થી અમદાવાદથી મળી આવ્યો

વિદ્યાર્થીએ અમદાવાદથી મોબાઈલ ખરીદ્યો અને લોકેશન પરિવારજનોના હાથે લાગ્યું

હળવદ : હળવદ તાલુકાના બુટવડા ગામ નો ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો કિશોર એકાએક સ્કુલ બસમાંથી ઉતરી જઈ ગુમ થઈ ગયો હતો જેના કારણે પરિવારજનો અને સ્કૂલના સંચાલકો માં ભારે દોડધામ મચી જવા પામી હતી જ્યારે આખરે આ વિદ્યાર્થી મોબાઇલના લોકેશનના આધારે અમદાવાદથી મળી આવતાં પરિવારજનોએ અને સ્કૂલના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો

હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતો દેવજી વાલજીભાઈ ભરવાડ હળવદ ખાતે આવેલ મંગલમ વિદ્યાલયમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતો હોય જે સોમવારના રોજ ઘરેથી સ્કૂલે આવા સ્કૂલ બસમાં નીકળ્યો હોય અને હળવદ આવતા સ્કુલ બસમાંથી એકાએક નીચે ઉતરી જઈ ગુમ થઈ ગયો હતો જેની જાણ પરિવારજનો અને સ્કૂલના સંચાલકો ને થતા તેઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને વિવિધ જગ્યા ઉપર સોધ ખોણ હાથ ધરી હતી

તેવામાં વિદ્યાર્થી ઘરેથી રૂપિયા લઇ ગયેલ હોય અને અમદાવાદ જય નવુ સિમકાર્ડ અને મોબાઇલ ખરીદ્યો હતો જે નંબર પરિવારજનોના હાથે લાગતા પરિવારજનો દ્વારા વિદ્યાર્થીનું લોકેશન મેળવ્યું હતું જેમાં કિશોર અમદાવાદ ખાતે હોવાનું જાણવા મળતાં પરિવારજનો દ્વારા તેને અમદાવાદથી ઘેર પરત લાવવામાં આવ્યો હતો

તો સાથે જ વિદ્યાર્થી હેમખેમ મળી આવતા પરિવારજનો અને સ્કૂલના સંચાલકો એ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી સ્કુલ બસમાંથી ઉતરી ગયો હોવા છતાં પણ સ્કૂલ બસ ચાલકને ખબર ન હતી તો સવાલ એ થાય છે કે સ્કૂલ સંચાલકો અને સ્કૂલ બસ ચાલકો શું વિદ્યાર્થીઓને બસમાં બેસાડ્યા બાદ કોઈ ધ્યાન રાખવામાં નહિ આવતી હોય અને જો ધ્યાન રાખવામાં આવે છે તો આ વિદ્યાર્થી કેવી રીતે બસમાંથી ઊતરી ગયો જેવા અનેક સવાલો પણ ઊઠી રહ્યા છે.