મોરબીના પ્રજ્ઞાચક્ષુ વાદ્યગ્રુપને ગરબીના આયોજનમાં બોલાવીને પ્રોત્સાહન આપવા આહવાન

મોરબી : માળીયા હાઇવે પર લક્ષ્મીનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા વાદ્યવૃંદ ગ્રુપ ચલાવવામાં આવે છે. આ ગ્રુપમાં પ્રજ્ઞાચક્ષુઓ તમામ વાદ્ય સાધનો દ્વારા સુંદર સંગીત પીરસવામાં આવે છે, જે જોનાર સાંભળનાર લોકોના મન મોહી લે છે. નવરાત્રી દરમ્યાન મોરબીના વિવિધ વિસ્તારોમાં આયોજિત થતી ગરબીઓમાં આ પ્રજ્ઞાચક્ષુઓને આમંત્રણ આપી તેઓના સંગીતના સથવારે રાસ-ગરબાની રમઝટ બોલાવવા સંસ્થા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ગ્રુપ પાસે દરેક પ્રકારના મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ ઉપલબ્ધ છે. આ ગ્રુપ રાસ રસિયાઓને મનભરીને રાસ ઉત્સવ ઉજવવા માટે થનગની રહ્યો છે, ત્યારે વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9429978930 પર હાતીમભાઈનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.