સ્વિમિંગ સ્પર્ધામાં Aqua Buoyant Clubના છાત્રો અવ્વલ રહ્યાં

મોરબી : મોરબીમાં ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ રમતોત્સવ અન્વયે જિલ્લા કક્ષાની અંડર – 11, અંડર 17 તથા ઓપન એઇજ ગ્રુપની સ્વિમિંગ સ્પર્ધામાં Aqua Buoyant Clubના છાત્રો કલ્પન મહેતા, આગમ મહેતા, આસ્થા પટેલ તથા કેયુર કાસુન્દ્રા વિજેતા ઘોષિત થઈ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. તેઓ હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. જેના બદલ પરિવાર દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું. તેમજ ભવિષ્યમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.