મોરબી નજીક કાલીન્દ્રી નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબી : મોરબી નજીક કાલીન્દ્રી નદીમાં ડૂબી જતાં એક યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હાલ તાલુકા પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી પાસે જુના ઘુંટુ રોડ ઉપર રોયલ વિટ્રીફાઇડમા રહેતો દિલીપ પાંભર ઉ.વ. 23 નામનો યુવાન કોઈ કારણોસર કાલીન્દ્રી નદીમાં ડૂબી ગયો હતો. ડૂબી જવાથી આ યુવાનનું મોત નીપજ્યું હતું. બાદમાં તેનો મૃતદેહ બહાર કાઢવામા આવ્યો હતો. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.