મોટી બરારની મોડેલ સ્કૂલની ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બેવડી સિદ્ધિ

મોરબી : ગત તા. 13 સપ્ટે.નાં રોજ GCERT – ગાંધીનગર પ્રેરિત, DIET – રાજકોટ અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઉપક્રમે સાર્વજનિક હાઈસ્કૂલ – ખાખરેચી મુકામે રામબાઈ માં શાળા વિકાસ સંકુલ દ્વારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં આશરે 63 શાળાઓએ ભાગ લીધેલ હતો. તે પૈકી ઉચ્ચત્તર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં મોડેલ સ્કુલ મોટી બરારના વિદ્યાર્થીઓએ રંગ રાખ્યો હતો.આ પ્રદર્શનમાં મોડેલ સ્કુલ મોટી બરાર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના વિભાગ 3માં કૃતિ રજુ કરવામાં આવેલ હતી. જે કૃતિ પ્રથમ ક્રમે આવીને જિલ્લા કક્ષા માટે પસંદગી પામી છે. જેમાં ત્રીજા વિભાગમાં વરસાદી ‘પાણીનો સંગ્રહ’ કૃતિ ડાંગર આરતી અને ડાંગર જલ્પા દ્વારા શિક્ષક દક્ષાબેન સંતોકીના માર્ગદર્શન હેઠળ અને માધ્યમિક વિભાગના બીજા વિભાગમાં ‘સફાઈના સાધનો’ કૃતિ ડાંગર નિલમ અને પંડ્યા અમિતા દ્વારા શિક્ષક કોમલબેન કાચાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. આ તમામ કૃતિઓ આગામી યોજાનાર જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળામાં શાળા તેમજ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આ બાબતે શાળાના આચાર્ય બી.એન.વીડજાએ શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી છે અને ભવિષ્યમાં પણ જિલ્લાકક્ષાએ સારો દેખાવ કરી આ કૃતિઓ અગ્રેસર રહે એવી શુભકામનાઓ પાઠવી છે.