વાંકાનેરમાં વડાપ્રધાન મોદીના દીર્ઘાયુષ્ય માટે ૧૫ કિલોની કેક કાપીને ઉજવણી કરાઈ

- text


મચ્છુ 1 ડેમ ખાતે નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી

વાંકાનેર : ગુજરાતની જીવાદોરી સમાન મનાતી નર્મદા નદી અને કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ તેના નિર્માણ બાદ પ્રથમ વખત તેની પૂર્ણ સપાટીએ છલકાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકા મથકો ખાતે નમામી દેવી નર્મદે મહોત્સવનું આયોજન સરકાર દ્વારા કરાઈ રહ્યું છે. આ વિશિષ્ટ ઘડી અંતર્ગત વાંકાનેરમાં પણ આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદીના દીર્ઘાયુષ્ય માટે ૧૫ કિલોની કેક કાપવામાં આવી હતી. જોગાનુજોગ 17/09/2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્રમોદીનો જન્મ દિવસ પણ હોવાથી. આ નિમિતે વાંકાનેર નગરપાલિકા દ્વારા માં નર્મદાના વધામણાં અને માં નર્મદાની પુજા અને મહાઆરતી મચ્છુ ડેમ 1 ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એન.એફ.વસાવા, મામલતદાર એ.બી. પરમાર, મોરબી પુવૅ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીતુભાઈ સોમાણી, નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસ તથા સંગઠનના તમામ હોદ્દેદારો તથા નગરપાલિકા સદસ્યો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગર્લ્સ હાઈસ્કૂલ ની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાસ ગરબા સહિતની સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી હતી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુષ્ય માટે ૧૫ કિલોની કેક કાપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. ત્યારબાદ એક હજાર દિપ પ્રાગટય કરી સમૂહમા નર્મદાની મહાઆરતી કરવામાં આવી.

- text