મોટા ખીજડિયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

- text

આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામે રહેતા નરેન્દ્રસિંહ અનોપસિંહ ઝાલા ઉ.વ.40 નામના યુવાને ગતતા.12ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેમને સારવાર અર્થે પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવના કાગળિયા રાજકોટમાંથી આજે આવતા ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text