મોરબીમાં બીજા દિવસે રૂ.37 હજારનો ટ્રાફિક દંડ : બે એસટી ચાલકો પણ ઝપટે ચડ્યા

મોરબી : મોરબીમાં નવા ટ્રાફિકના કાયદાની અમલવારી બાદ આજે બીજા દિવસે ટ્રાફિકના નવા દંડની જોગવાઈ પ્રમાણે ટ્રાફિક પોલીસ દ્વારા 88 જેટલા કેસો કરીને રૂ. 37 હજાર જેટલો દંડ કરવામાં આવ્યો હતો.જેમાં બે એસટી ચાલકો પણ આ દંડમાં ઝપટે ચડાયા હતા.આ બન્ને એસટી ચાલકોએ સીટ બેલ્ટ બાંધ્યો ન હોવાથી દંડ ફટકાર્યો હતો.

મોરબી જિલ્લામાં ગઇકાલે 16 સપ્ટેબરથી ટ્રાફિકના નવા કાયદાની અમલવારી શરૂ કરવામાં આવી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને નવા ટ્રાફિકના દંડની જોગવાઈ મુજબ દંડ કરવામાં આવી રહ્યો છે.ત્યારે મોરબી જિલ્લામાં આજે બીજા દિવસે ટ્રાફિક પોલીસ દ્વારા નવા ટ્રાફિકના કાયદામાં થયેલા દંડની જોગવાઈ મુજબ દંડ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગના જિલ્લામાં 88 જેટલા કેસો કરવામાં આવ્યા હતા અને કુલ રૂ.37 હજારનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.જ્યારે આ ટ્રાફિકના દંડમાં બે એસટી બસના ચાલકો પણ ઝપટે ચડી ગયા હતા.બન્ને એસટી ચાલકોએ સીટ બેલ્ટ બાંધ્યો ન હોવાથી તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.