ખેલ મહાકુંભની સ્વિમિંગ સ્પર્ધામાં તીર્થ સંઘાણીએ મેદાન માર્યું

મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2019 રમોત્સવ અન્વયે જીલ્લા કક્ષાએ “ઓમ શાંતિ ઇગ્લીંશ મીડીયમ સ્કુલના (CBSE)” ધો. 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થી “તીર્થકુમાર અશ્ર્વિનભાઈ સંઘાણી”એ જિલ્લા કક્ષાની અન્ડર-11, સ્વિમિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું તથા સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું. હવે તેઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. જેના બદલ તેમને “ઓમ શાંતિ ઇગ્લીંશ મીડીયમ સ્કુલ (CBSE)” પરીવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યું હતું તથા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.