આ તે સેવાસદન કે, ઢોરવાડો! મોરબી તાલુકા સેવાસદનમાં રઝળતા ઢોરનો અડિંગો

- text


રઝળતા ઢોરના ત્રાસથી અરજદારો પરેશાન: સિક્યુરિટીનો પણ અભાવ : ટોચના અધિકારીઓને પણ સેવાસદનમાં ઢોરના આંટાફેરા દેખાતા નથી!

મોરબી : મોરબી તાલુકા સેવાસદનની અંદર ખુલ્લેઆમ આંટાફેરા કરતા ઢોરને જોઈને અરજદારોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, આ તે સેવાસદન છે કે ઢોરવાડો ! મોરબી તાલુકા સેવાસદનમાં લાંબા સમયથી રઝળતા ઢોરનો અંડીગો છે.જોકે સિક્યુરિટીનો અભાવ હોવાથી રઝળતા ઢોરના ત્રાસથી અરજદારો ભારે પરેશાન છે.દુઃખ તો એ વાતનું છે કે અહીં ઉચ્ચ અધિકારીઓ બેસતા હોય છતાં તેમને આ ઢોરનો ત્રાસ દેખાતો નથી.

- text

મોરબીના સામાકાંઠે આવેલ લાલબાગ પાસેના તાલુકા સેવાસદનની અંદર રઝળતા ઢોરના ત્રાસનો લાંબા સમયથી સળગતો પ્રશ્ન છે.આ તાલુકા સેવાસદનની કચેરીની અંદર ખુલ્લેઆમ ઢોર રખડે છે અને આટાફેરા કરે છે.સેવસદનની અંદર ઘણી વખત ગાયો ઉભેલી કે બેઠેલી નજરે ચડે છે. ઢોરના ત્રાસથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અને સિક્યુરિટીનો પણ મોટો પ્રશ્ન છે.ત્યારે સેવાસદનની અંદર બેરોકટોક રઝળતા ઢોરના અડીગાથી અરજદારો ભારે અકળાઈ ઉઠ્યા છે.લોકોમાં એવો કચવાટ ફેલાયો છે કે ,લોકોની સુવિધાઓ માટેનું આ કેન્દ્ર છે કે, ઢોરનું નિવાસસ્થાન ? સૌથી વધુ અરજદારોને પરેશાન કરનારી બાબત એ છે કે ,અહીં ધણી મુખ્ય સરકારી કચેરીઓ આવેલી છે.જેમાં મોટા અધિકારી અને કર્મચારીઓના કાફલો બેસે છે.તેમ છતાં તેઓ ક્યારેય આ રઝળતા ઢોરના ત્રાસનો પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરતા નથી.તેથી લોકોને આ રઝળતા ઢોરનો ત્રાસ સહન કર્યા સિવાય છૂટકો જ રહ્યો નથી.

- text