મોરબીના જય માઁ મેલડી યુવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન

મોરબી : મોરબીના જય માઁ મેલડી યુવા ગ્રુપ દ્વારા કચ્છમાં આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરી મેડિકલ દવાઓ સહિતની દરેક પ્રકારની સેવાઓ યાત્રિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. યાત્રિકો માટે 24 કલાક હેલ્પ લાઈન નંબર ચાલુ રહેશે. વધુ માહિતી માટે મો. નં. 97271 71000 તથા 98244 58188 પર સંપર્ક કરવાનો રહેશે