જેતપરની તપોવન વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોની જિલ્લા કક્ષા માટે પસંદગી

- text


મોરબી : મોરબીના જેતપર ગામની તપોવન વિદ્યાલય ખાતે ગત તા. 12 સપ્ટે.ના રોજ G.C.E.R.T. – ગાંધીનગર પ્રરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – રાજકોટ તેમજ શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ – મોરબી દ્વારા SVS તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રદર્શનમાં માધ્યમિક વિભાગમાં શાળાના વિજ્ઞાન શિક્ષક પાડલીયા ધર્મેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ નેસડીયા ધ્રુવ અને રાવલ માનસ દ્વારા વિભાગ-3માં ઉચ્ચાલનના સિદ્ધાંત મુજબ કાર્ય કરતી કૃતિ ‘આધુનિક હિંચકો’ બનાવવામાં આવી હતી. જે કૃતિને તાલુકા કક્ષાએ નિર્ણાયકો દ્વારા વિભાગ-3માં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ કરવામાં આવી હતી. હવે બંને બાળ વૈજ્ઞાનિકો હવે જિલ્લા કક્ષાએ મોરબી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. તે બદલ શાળાના ચેરમેન અશોકભાઈ રંગપરીયા તથા આચાર્ય નરેશભાઈ સાણજા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

- text