મોરબીની નવજીવન વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોની જિલ્લા કક્ષા માટે પસંદગી

મોરબી : મોરબીમાં ગત તા. 12 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ જેતપરની તપોવન વિદ્યાલય ખાતે G.C.E.R.T. – ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – રાજકોટ દ્વારા શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ ખાતે ડૉ. વિક્રમ સારાભાઈ ગણિત – વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રદર્શનમાં માધ્યમિક વિભાગમાં નવજીવન વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકો દ્વારા “ટકાઉ કૃષિ પદ્ધતિ” વિભાગ – 1માં કૃતિ રજુ કરવામાં આવી હતી. જે તાલુકા કક્ષાએ પસંદગી પામી હવે જિલ્લા કક્ષાએ મોરબી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આ કૃતિની પસંદગીમાં જેમનો સિંહ ફાળો રહ્યો છે, તેવા બાળ વૈજ્ઞાનિકોના માર્ગદર્શક શિક્ષક બારૈયા જયસર અને જોષી હિરેનસર તથા બાળ વૈજ્ઞાનિકોને કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડલીયા સાહેબ તથા પ્રિન્સિપાલ અતુલભાઈ પટેલએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી નવજીવન વિદ્યાલય પરિવાર તરફથી શુભકામનાઓ આપવામાં આવી હતી.