વાંકાનેરમાં મચ્છુ 1 ડેમ ખાતે આજે ઉજવાશે નમામી દેવી નર્મદે મહોત્સવ

- text


વાંકાનેર : ગુજરાતની જીવાદોરી સમાન મનાતી નર્મદા નદી અને કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ તેના નિર્માણ બાદ પ્રથમ વખત તેની પૂર્ણ સપાટીએ છલકાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકા મથકો ખાતે નમામી દેવી નર્મદે મહોત્સવનું આયોજન સરકાર દ્વારા કરાઈ રહ્યું છે. આ વિશિષ્ટ ઘડી અંતર્ગત વાંકાનેરમાં પણ આ ઉત્સવ ઉજવાવવા જઈ રહ્યો છે.

- text

જોગાનુજોગ 17/09/2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્રમોદીનો જન્મ દિવસ પણ છે. આ નિમિતે વાંકાનેર નગરપાલિકા દ્વારા માં નર્મદાના વધામણાં અને માં નર્મદાની પુજા અને મહાઆરતી મચ્છુ ડેમ 1 ખાતે બપોરે 3 કલાકે આયોજીત કરવામાં આવી છે. આ આયોજન માટે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીતુભાઈ સોમાણી, નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, નગરપાલિકા પ્રમુખ રમેસભાઈ વોરા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસ તથા સંગઠનના તમામ હોદ્દેદારો તથા નગરપાલિકા સદસ્યો હાજર રહેશે. આ કાર્યક્રમમાં માં નર્મદાનું શાસ્ત્રોક્ત વિઘીથી પૂજન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાસ ગરબા સહિતની કૃતિઓ રજુ કરવામાં આવશે. આ ઉપરાંત સ્વછતાનો સંદેશો આપવામા આવશે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુષ્ય માટે કેક કાપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવશે. હજારો દિપ પ્રાગટય કરી સમૂહમા નર્મદાની મહાઆરતી કરવામાં આવશે. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતો માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં લોકો સમૂહ ભોજનનો આનંદ લઈ શકશે. વાંકાનેર વિસ્તારનાં તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં પધારવા આયોજકોએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યુ છે.

- text