મોરબીની નવનિર્માણ વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોએ તાલુકા કક્ષાએ ડંકો વગાડ્યો

મોરબી: મોરબીની નવનિર્માણ વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોએ રજુ કરેલ કૃતિ તાલુકા કક્ષાએ પસંદગી પામ્યા બાદ જીલ્લાકક્ષાએ ભાગ લઈ કૃતિ રજુ કરશે.

મોરબીના જેતપરની તપોવન વિદ્યાલય ખાતે ગત તા.૧૨ સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – રાજકોટ દ્વારા શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ ખાતે ડો. વિક્રમભાઇ સારાભાઇ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં માધ્યમિક વિભાગ પ્રદર્શનમાં નવનિર્માણ વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોએ “આરોગ્ય અને સ્વાસ્થ્ય” કૃતિ વિભાગ-૨ માં રજુ કરવામાં આવી હતી. જે તાલુકા કક્ષાએ પસંદગી પામી હવે જિલ્લાકક્ષાએ મોરબી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.