મોરબી : મિલેનિયમ ટાઇલ્સમા વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે યોજાયો ભોજન સમારોહ

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. તેવામાં ઘણા લોકોએ પોતાના ખર્ચે પણ વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવ્યો હતો. આવી જ રીતે મોરબીના મકનસર નજીક આવેલા મિલેનિયમ ટાઇલ્સ એલએલપી દ્વારા ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક કર્મચારીઓને ભાવભેર ભોજન કરાવવામાં આવ્યું હતું.