મોરબી : એલ. ઇ. કોલેજની ઐતિહાસિક ઇમારતને જાળવી રાખવા રજુઆત

- text


મોરબી : મોરબીમાં આવેલ “લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ”ના રાજાશાહી વખતની જુની બિલ્ડીંગની મરમમ્ત કરી જાળવી રાખવા મોરબીવાસીઓમાં ધીમે ધીમે માંગણીનો સુર પ્રબળ થતો દેખાઈ રહ્યો છે. આ બાબતે ઉચ્ચકક્ષાએ ફરી એકવાર કાંતિલાલ બાવરવાએ રજુઆત કરી છે. બાવરવાએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં આવેલ લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ગુજરાતમાં સૌથી જૂની સરકારી એન્જીનીયરીંગ કોલેજ છે. જે કોલેજ બનાવવા માટે મોરબી સ્ટેટ દ્વારા પોતાનો જુનો મહેલ દાનમાં આપવામાં આવ્યો હતો અને એન્જીનીયરીંગ કોલેજને ચાલુ કરવામાં યોગદાન આપ્યુ હતું. હાલમાં આ એન્જીનીયરીંગ કોલેજમાં સરકાર દ્વારા અન્ય નવા બિલ્ડીંગ બનાવવામાં આવેલ હોવાથી, તેમજ જુના બિલ્ડીંગને ભુકંપમાં નુકસાન થયેલ હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

- text

સમાચાર માધ્યમો દ્વારા જાણવા- સાંભળવામાં આવ્યુ છે કે સરકાર દ્વારા આ બિલ્ડીંગને પાડી દેવામાં આવનાર છે. આ બિલ્ડીંગ એક ઐતિહાસિક બિલ્ડીંગ છે. તેનું બાંધકામ ખુબજ સુંદર છે. હવે આવું બાંધકામ થવું શક્ય નથી. આ બિલ્ડીંગમાં મારા જેવા ઘણા ભૂતપૂર્વ એન્જીનીયરોએ અભ્યાસ કરેલ છે. તેમજ રજવાડી સ્ટેટ દ્વારા આપેલ સહયોગનો આ એક જીવતો જાગતો પુરાવો પણ છે. આ એક ફરવા લાયક તેમજ જોવા લાયક બિલ્ડીંગ પણ છે. આ બિલ્ડીંગને 100 વર્ષ કરતા પણ વધારે સમય થયેલ છે. જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આમાં અભ્યાસ કર્યો છે તેમના માટે આ એક યાત્રાધામ જેવું પવિત્ર સ્થળ પણ છે. તો અમારી લાગણી તેમજ માંગણી છે કે, આ બિલ્ડીંગને પાડવાનો નિર્ણય બદલીને એની મરામત કરાવીને જાળવણી કરવામાં આવે. જો ઉપયોગ ના કરવો હોય તો એક ઐતિહાસિક ધરોહર ગણીને જોવા લાયક મ્યુઝિયમ બનાવીને આને જાળવી રાખવામાં આવે. આ માટે જો સહયોગની જરૂરિયાત હોય તો, ભૂતપૂર્વ સ્ટુડન્ટનું સંગઠન પણ આમાં મદદ કરી શકે છે. મોરબી સ્ટેટ પણ આમાં મદદ કરી શકે છે. તો આ બિલ્ડીંગની મરામત કરવાનો નિર્ણય કરી મોરબીને એક નજરાણું આપી અમોને આભારી કરવા વિનંતી એમ કાંતિલાલ બાવરવાએ રજૂઆતના અંતે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કાંતિલાલ બાવરવા સેતુબંધ ફાઉન્ડેશન-મોરબીના પ્રમુખ છે અને જેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પરેશભાઇ ધાનાણી અને માર્ગ-મકાન મંત્રાલય સાહિતનાઓને વારંવાર આ બાબતે રજુઆત કરી છે.

- text