લતીપર ચોકડીએ ઓવરબ્રીજના કામ દરમિયાન નાલું બનવવા રજુઆત

ગ્રામજનોની રજુઆતને પગલે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી

ટંકારા : મોરબી રાજકોટ હાઇવે પર લતીપર ચોકડીએ ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે.ત્યારે ટંકારા ગામે નવા જાપા પાસે નાના વાહનો અવરજવર કરી શકે તે માટે નાલું બનાવવાની ગ્રામજનો અને સરપંચએ સાંસદ મોહનભાઇ કુંડારીયાને રજુઆત કરી હતી.જેને પગલે તેમણે આ બાબતે નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

ટંકારા તાલુકાના ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ સાંસદ મોહનભાઇ કુંડારીયાને રજુઆત કરી હતી કે, હાલ મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા નજીક લતીપર ચોકડીએ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.ત્યારે ટંકારા ગામે નવા જાપા પાસે નાના વાહનોને અવરજવર કરવામાં સરળતા રહે તે માટે ઓવરબ્રિજના કામ દરમિયાન નાલું બનવવાની માંગ કરી હતી.જેને પગલે સાસંદ મોહનભાઇ કુડારિયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજુઆત કરી ગ્રામજનોની માંગ પ્રમાણે નાલું મુકવાની તાત્કાલિક મંજૂરી આપવાની માંગ કરી છે.