હળવદ : બુટવડા ગામનો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ

- text


હળવદ સ્કૂલે જવા સ્કૂલ બસમાં નીકળેલો સગીર ગુમ થઇ જતા પરિવારજનો ચિંતાતુર

હળવદ : હળવદ તાલુકાના બુટાવડા ગામનો વિધાર્થી આજે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે આ વિધાર્થી પોતાના ગામથી હળવદ સ્કૂલે આવવા નીકળ્યો હતો પરંતુ સ્કૂલ બસમાંથી અધવચ્ચે જ ઉતરીને ગુમ થઈ ગયો હતો. આ બનાવથી તેના પરિવારજનો ચિંતાતુર થઈ ગયા છે હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા વાલજીભાઈ ભરવાડનો પુત્ર દેવજી ઉ.વ.17 ધોરણ 12 માં હળવદ ખાતે આવેલ મંગલમ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. રોજની માફક ગઈકાલે બુટવડા ગામેથી સ્કૂલ બસમાં બેસીને હળવદ સ્કૂલે આવવા નીકળ્યો હતો પરંતુ હળવદ આવતા દેવજી સ્કૂલ બસમાંથી ઉતરી ગયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું અને ગઈકાલથી અત્યાર સુધી તેનો કોઈ પત્તો ન લાગતા પરિવારજનો હળવદ પોલીસ મથકે પહોંચ્યા છે.

- text

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સ્કૂલબસમાં સવાર વિદ્યાર્થીઓની જવાબદારી સ્કૂલ બસના ડ્રાઇવરની રહેતી હોય છે ત્યારે દેવજી સ્કુલ બસમાંથી ક્યારે ઉતરી ગયો અને ક્યાં ગયો તે સ્કૂલ બસ ચલાવતા ડ્રાઇવરને કંઈ ખબર જ ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

- text