માળીયા : વાહનચાલકો માટે બ્લડપ્રેશર તથા સુગર ચેકઅપ કેમ્પ યોજાયો

માળીયા : માળિયામાં આજ રોજ ડ્રાઇવર દિવસ નિમિતે ઈન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર આવતા વાહન ચાલકોના બ્લડપ્રેશર તથા શુગર ચેકઅપ કરવામાં માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેકઅપની સાથે Emergency 108 સેવા, રોડ પર કાળજીપૂર્વક ગાડી ચલાવવાની અને અન્ય જરૂરી માહિતી વિગતવાર રીતે આપવામાં આવી હતી. આમ, ઈન્ડિયન ઓઇલ પંપના ડીલર શામળાભાઇ ગઢવી તથા તેમના સર્વે સ્ટાફ મિત્રોએ મળીને ડ્રાઈવર ડેની ઉજવણી કરેલ હતી.