મોરબીમાં પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર દ્વારા ફેશન શોનું આયોજન

- text


મોરબી : મોરબીમાં આગામી તા. 18 સપ્ટે.ના રોજ પી.એમ.કે.કે. (પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર )સેન્ટર દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશન શો ત્રીજો માળ, ઘનશ્યામ માર્કેટ, V-Mart મોલની નજીક, રવાપર રોડ ખાતે બપોરે 1-30થી 5 વાગ્યા સુધી યોજવામાં આવ્યો છે. જેમાં કૌશલ્ય કેન્દ્રની ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થીનીઓ પોતે ત્યાર કરેલા વસ્ત્રો પરિધાન કરી કેટવોક કરશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પી.એમ.કે.કે. સેન્ટર ગુજરાતના અધ્યક્ષ ગજેન્દ્ર સાહેબ તથા મેનેજીંગ ડિરેક્ટર રુશન સાહેબ હાજર રહેશે. આ તકે ફેશન ક્ષેત્રમાં રસ ધરાવનાર લોકોને હાજર રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text