મોરબીના ઊચી માંડલ ગામના શિક્ષકનો પુત્ર બન્યો ડેપ્યુટી મામલતદાર

- text


શિક્ષકના પુત્રએ GPSCની પરીક્ષામાં સફળતાપૂર્વક સિદ્ધિ મેળવી

મોરબી : મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામના શિક્ષકના પુત્રએ કઠોર મહેનત કરીને જીપીએસસીની પરીક્ષામાં સફળતાપૂર્વક સિદ્ધિ મેળવી છે.આથી હાલ તેમને ડેપ્યુટી મામલતદાર તરીકેની પોસ્ટ મળી છે.શિક્ષકના પુત્રએ જીપીએસસીની પરીક્ષામાં સિદ્ધિ મેળવને તેમના પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.

- text

ઊંચી માંડલ ગામે ફરજ બજાવતા પ્રાથમીક શિક્ષક રમેશચંદ્ર ઝાલરિયાનો સુપુત્ર વિવેક ઝાલરીયાએ GPSC ની પરીક્ષા પાસ કરી ડેપ્યુટી મામલતદાર બન્યો છે.આ સફળતા તેમને એક ઘડીની મહેનતથી નથી મળી, પરંતુ કહેવાય છે ને કે અડગ મનના મુસાફર ને હિમાલય પણ નડતો નથી આ કહેવતને ખરા અર્થમાં તેમને યથાર્થ કરી છે. તેમને GPSC કલાસ – 1 અને 2 ની મેઇન્સ પરીક્ષા – 2 વખત લખી એક વખત ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો. આ સાથે સતત પુરુષાર્થ થકી તેઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે.

આગામી દિવસોમાં તેઓ કલાસ – 1 અને 2 ની પરીક્ષા પાસ કરવાનું તેમનું સ્વપ્ન છે. તે સ્વપ્ન કોઈ પણ સંજોગોમાં પૂરું કરવા પ્રયતનો ચાલુ જ છે.આ સાથે નાયબ મામલતદાર વિવેકભાઈ ઝાલરીયાના શબ્દોમાં કહીએ તો તેઓ પરીક્ષાની તૈયારી કરતા મોરબીના વિદ્યાર્થીઓને એક મેસેજ આપવા માંગે છે કે તમે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકો પરંતુ તે પરીક્ષા અંગેની સચોટ માહિતી અને કોર્ષ મુજબ અતૂટ વાંચન કરો સફળતા મળે જ. ટૂંકમાં કહું તો ગોલ નક્કી કરો અને તે લક્ષ્યને પહોંચવા માટેની મહેનતનું લક્ષ્ય “તૂટવુ પણ ન જોઈ અને છૂટવું પણ ન જોઈએ” તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક આપ્યા છે. ત્યારે ભવિષ્યમાં તેઓ કલેક્ટર બની સમગ્ર મોરબીનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

- text