હડમતીયા પાસે ગેરકાયદે 45 ટન રેતી ભરેલું ડમ્પર ઝડપાયું

- text


ડમ્પર ચાલક સામે ખનીજચોરીનો ગુનો નોંધાયો

હડમતીયા : ટાંકરા તાલુકાના હડમતીયા ગામ પાસે ખનિજચોરી થતી હોવાના બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે 45 ટન ભરેલા ડમ્પરને ઝડપી લીધું હતું. તેમજ ડમ્પર ચાલક વિરુદ્ધ ખનિજચોરી કર્યાની ફરિયાદ નોધાવી છે. આ ખનિજચોરીની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે ડમ્પર નંબર જી.જે.12 ડી.યુ.7571માં અંદાજે 45 ટન સાદી રેતીની ખનિજચોરી થતી હોવાની બાતમી મળતા મોરબી ખાણ ખનિજ વિભાગ હડમતીયા ગામે ત્રાટક્યું હતું અને આ ખનિજચોરી કરેલા ડમ્પરને ઝડપી લીધું હતું. બાદમાં ખાણ ખનીજ વિભાગના એ.જે ભાદરકાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે આ હડમતીયા ગામે ડમ્પરમાં ખનિજચોરી કરીને પસાર થતા તેને ડિટેઇન કરવામાં આવ્યું છે. તેમજ ડમ્પર ચાલક સુનિલભાઈ અમરશીભાઈ સામે ખનિજચોરીનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text