જિલ્લા કક્ષાની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયએ ડંકો વગાડ્યો

- text


૧૮ સ્પર્ધાઓમાંથી ૯ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા

હળવદ : મોરબી જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ બાળ પ્રતિભા શોધ રાસ ગરબા હરિફાઈ વગેરે સ્પર્ધાઓ તાજેતરમાં યોજાઇ હતી. જેમાં સાહિત્ય, સંગીત, કલા અને નૃત્ય એમ કુલ ચાર વિભાગોની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયએ કુલ ૧૮ સ્પર્ધામાંથી ૯ સ્પર્ધામાં મેડલ મેળવ્યા હતા. લોકનૃત્યની ઓપન વિભાગની સ્પર્ધામાં મહારાષ્ટ્રીયન ‘લાવણી’ લોકનૃત્ય ‘અપસરા આલી’ પ્રથમ નંબર મેળવી રાજ્ય ઝોન કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયેલ હતું. જ્યારે તક્ષશિલા વિદ્યાલયની આઠ બાળાઓએ ગીત ગાઈને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે જ સમૂહ ગીત સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. દોહા, છંદ,ચોપાઈમાં આચાર્ય ધ્રુવિલ, ગઝલ શાયરીમાં રાવલ નેહલ, લોકવાર્તા અને લોકગીતમાં ગઢવી સારંગ, વક્તૃત્વ સ્પર્ધામાં રંગાડીયા પ્રીતિ અને રાજસ્થાની ઘુમ્મર લોક નૃત્યમાં પટેલ ખુશાલી એન્ડ ગ્રુપે બીજો નંબર મેળવ્યો હતો.

- text

જિલ્લાકક્ષાની રાસની સ્પર્ધામાં તક્ષશિલા બી.એડ. કોલેજના જય કિશન એન્ડ ગ્રુપે ‘નંદ ઘેર આનંદ ભયો” રાસ રજુ કરીને દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તો સાથે જ “માડી તારા મંદિરીયે ઘૂઘરા ઘમકે સે”માં સુર, લય અને તાલ સાથે પ્રાચીન ગરબામાં દ્વિતીય નંબર વિદ્યાલયની બાળકોએ મેળવ્યો હતું. લગ્નગીતમાં માકાસણા સૃષ્ટિ અને ભજનમાં ગઢવી મહાવીરસિંહએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તમામ કૃતિઓ તૈયાર કરવામાં રાઠોડ રેખાબેન, મારુ નિયાજયંતિ ભાઈ, દલવાડી રેખાબેન, રાઠોડ રિદ્ધિબેન,ચાવડા લલીતાબેનએ ભારે જહેમત ઉઠાવી હતી. સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અને ગુજરાત રાજ્ય કક્ષાની આગામી સ્પર્ધામાં તમામ વિજેતા વિદ્યાર્થીઓ શાળાને ગૌરવ અપાવે તેવી શુભેચ્છા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી મહેશભાઇ પટેલે આપી હતી.

- text