વાંકાનેરમાં ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ

- text


સગીરા ડ્રેસીસની દુકાનમાં કામ કરતી : દુકાન માલિક દ્વારા કોલ્ડ્રિંક્સમાં બેભાન કરવાની દવા ભેળવી દુકાનમાં કરેલ દુષ્કર્મ : દુકાન માલિકની પત્ની દ્વારા સગીરાને માર મારવામાં આવ્યો

વાંકાનેર : વાંકાનેરના મેઈન બજારમાં આવેલ પંખેરા ડ્રેસીસના માલિક વસીમ કાઝીએ તેમની દુકાનમાં કામ કરતી એક સગીરા પર દુકાનમાં જ દુષ્કર્મ કર્યાની ઘટના બનતાં વાંકાનેર શહેરમાં ચકચાર મચી ગયેલ.

- text

આ બનાવની ઘટના મુજબ ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર ૧૫ વર્ષ ૪ માસ વાળી આરોપી વસીમ કાઝીની દુકાનમાં પ્રાઇવેટ નોકરી કરતી હોય ગઈકાલે આરોપીએ ફોન કરી ફરિયાદીની સગીર વયની દીકરીને દુકાને બોલાવી બેહોશ કરે તેવું પીણું કોલ્ડ્રિંક્સમાં ભેળવી પીવડાવી બેભાન કરી જાતીય પ્રવેશ હુમલો કરેલ તેમજ આરોપીની પત્ની મેહરીન વસીમ કાઝીએ ભોગ બનનાર સગીરાને માર મારી તેઓ ભાનમાં આવતા જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ.

જે અંગે ફરિયાદીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૬(૨) એચ.આઈ., ૩૨૮, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તેમજ પોસ્કો એક્ટ કલમ ૩એ, ૪, ૧૬ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઈ એચ. એમ. રાઠોડ ચલાવી રહ્યા છે.

- text