મોરબીની જે. એ. પટેલ કોલેજ દ્વારા વિશ્વ ઓઝોન દિવસ અંતર્ગત ફ્લેશ-મોબ યોજાયું

- text


મોરબી : મોરબીમાં ‘વિશ્વ ઓઝોન દિવસ’ અંતર્ગત આજ રોજ જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં પ્રથમ વર્ષ B.Scમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા જનજાગૃતિ અર્થે કોલેજના વિશાળ કેમ્પસમાં ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓઝોન સ્તરના ફાયદા તેમજ ઓઝોનના સ્તરને પાતળું તથા છિદ્રાળુ થતું અટકાવવા માટેના ઉપાયોની વિગતવાર જાણકારી જાહેર જનતાને આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે આચાર્ય આરતી રોહન તથા શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કોલેજના ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી હતી.

- text