અંબાજી જતા પદયાત્રીઓ માટેના ભંડારામાં મોરબી-ટંકારાના સેવાભાવી યુવાનો ખડેપગે રહ્યા

- text


મોરબી : રાજકોટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતા પદયાત્રીઓ માટે 18મો ભવ્ય ભંડારો યોજવામાં આવ્યો હતો. આ એક માત્ર એવો ભંડારો હતો કે જે 10 દિવસ સુધી પદયાત્રીઓ માટે 24 કલાક ખુલ્લો રહ્યો હતો. જેમાં યાત્રિકોએ કાઠિયાવાડી ભોજન, આરામની વ્યવસ્થા, મેડિકલ કેમ્પ તથા પગચંપી મસાજ સહીતની સુવિધાઓનો બહોળી માત્રામાં ભાવિકોએ લાભ લીધો હતો. જેમાં મોરબીના યુવાનો દ્વારા મેડિકલ કેમ્પ યોજી પદયાત્રીઓને સારવારની સુવિધા આપવામાં આવી હતી. છેલ્લા 18 વર્ષથી વસંત મહારાજની પ્રેરણાથી રાજકોટ ચેરીટેબલ ટ્રસ્ટ અંબાજી ખાતે પગપાળા ચાલી ને જતા યાત્રાળુ માટે ભવ્ય ભંડારો કરે છે. જેમા રાજકોટ, ટંકારા, મોરબી, જામનગર સહીતના માંઈ ભક્તો સંયમસેવક તરીકે 10 દિવસ સેવા આપે છે. આ આયોજનમાં મોરબીની ટીમે મેડિકલ કેમ્પની સુકાન સંભાળયુ હતું. તેમજ ટંકારાના પટેલ સમાજના ભાઈએ રસોડા વિભાગની વ્યવસ્થા સંભાળી હતી. આ તકે મોરબીના લોકોએ મેડિકલ કેમ્પ અને રસોઈ વિભાગ સાંભળનાર યુવાનોના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું.

- text