મોરબી : એલ. ઇ. કોલેજના K.E.S.G ગુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીમાં એલ.ઇ.કોલેજના K.E.S.G ગ્રુપ દ્વારા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અખીલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશભાઈ સીરોહીયા, કોળી સમાજના કાર્યકર વિષ્ણુ જે. મજેઠીયા, નીતીનભાઇ સીરોહીયા, અશોકભાઇ ભોજવીયા, ચેતનભાઇ સીરોહીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

- text