માળીયા માલમતદાર કચેરીને 20મીએ તાળાબંધી કરવાની ચીમકી

- text


માળીયા તાલુકા સરપંચ એસોસિએશને મામલતદારને રજુઆત કરી પ્રજાકીય પ્રશ્નોનું તા.19મી સુધી નિરાકરણ લાવવાનું અલ્ટીમેટમ આપ્યું

માળીયા : માળીયા મિયાણા તાલુકાની મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી પ્રજાકીય કામો ન થતા હોવાની ફરિયાદ સાથે આજે માળીયા તાલુકા સરપંચ એસોસિએશને મામલતદારને આવેદન આપ્યું છે. જેમાં તા.19 સુધીમાં માળિયાના પ્રજાકીય પ્રશ્નો નિરાકરણ લાવવાનું અલ્ટીમેટમ આપી જો આ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો તા.20ના રોજ માળીયા તાલુકા મામલતદાર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી છે.

- text

માળીયા તાલુકા સરપંચ એસોસિએશને આજે માળિયાના મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે, છેલ્લા ઘણા સમયથી માળીયા તાલુકા મામલતદાર કચેરીમાં પ્રજાકીય કામો થતા નથી.જેમાં આધારકાર્ડ, રેશનકાર્ડ અને આવક તથા જાતિના દાખલા સિંહતના કોઈ કામો સમયસર થતા નથી.આ કામોમાં ભારે વિલંબ થાય છે.તેથી માળીયા તાલુકાના લોકો આ કામો માટે મામલતદાર કચેરીના પગથિયાં ઘસી ઘસીને થાકી ગયા છે.આથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.તેથી આગામી તા.19 સુધીમાં માળીયા મામલતદાર કચેરીમાં લોકીને વિવિધ કામો પડતી મુશ્કેલીઓ દૂર નહિ થાય તો તા.20ના રોજ માળિયા તાલુકા મામલતદાર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી છે.

- text