ઢુવા ચોકડીએ મોબાઇલની દુકાનમાથી 16 મોબાઈલ અને રોકડ સહિત રૂ.1.56 લાખની ચોરી

- text


બે તસ્કરોએ શનિવારની રાત્રીના ઓવરબ્રિજ નીચે સર્વિસરોડ પર આવેલી મોબાઇલની દુકાનને નિશાન બનાવી

વાંકાનેર : મોરબી વાંકાનેર હાઇવે પર ઢૂંવા ચોકડી પાસે ઓબેરબ્રિજ નીચે સર્વિસરોડ ઉપર આવેલી મોબાઇલની દુકાનને શનિવારની રાત્રીના તસ્કરોએ નિશાન બનાવી મોબાઈલ થતા રોકડ રકમ સહિત કુલ 1.56 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. તસ્કરોએ દુકાનમાં પ્રવેશી તરત જ સીસીટીવી બંધ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીની ઘટનાની વધુ વિગત મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે આવેલ ખોડીયાર ચેમ્બરમાં મોહિત ટેલિકોમ નામની દુકાનમાં ગતરાત્રિના બે ચોર ચોરી કરવાના ઇરાદે દુકાનના શટર તોડી તેનો લોક તોડી તેમાંથી સેમસંગ કંપનીના મોબાઈલ નંગ ૫, ઓપો કંપનીના મોબાઈલ નંગ ૪, વિવો કંપનીના મોબાઈલ નંગ ૫ તથા લાવો કંપનીના સાદા મોબાઇલ નંગ બે મળી કુલ મોબાઈલ ફોન નંગ ૧૬ કિંમત રૂપિયા ૧૦૬૫૭૦ તથા ટેબલના ખાનામાં રાખેલ મની ટ્રાન્સફરના રોકડા રૂપિયા ૫૦ હજાર મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૧૫૬૫૭૦ની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઇ જતાં ગુન્હો કર્યા અંગે દુકાન માલિક હિતેશભાઈ ચંદ્રકાંતભાઈ ધરોડીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા ચોર વિરૂધ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ.એ. ગોહિલ ચલાવી રહ્યા છે.

- text