વાંકાનેરની મોહંમદી લોકશાળામાં બહેનોની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

- text


વાંકાનેર : મોહંમદી લોકશાળા-ચંદ્રપૂર ખાતે ખેલ મહાકુંભ-2019 અંતર્ગત તાલુકા કક્ષાએ ઓપન એજ ગ્રુપ, અંડર-૧૭ અને અંડર-૧૪ એમ ત્રણ એજ કેટેગરીની બહેનોની કબડ્ડી સ્પર્ધા નું આયોજન થયેલ હતું જેમાં કુલ ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં અંડર-૧૭ કેટેગરીમાં વાંકાનેરની એલ.કે. સંઘવી ગર્લ્સ હાઈસ્કૂલની ટીમે ઉત્કૃષ્ઠ દેખાવ કરી વિજેતા બની હતી જ્યારે લોકશાળાની ટીમ બીજા ક્રમે રહેલ, તેમજ અંડર-૧૪ કેટેગરીમાં લાલપર પ્રાથમિક શાળાની ટીમ સામે ધમલપર પ્રાથમિક શાળાની ટીમે શ્રેષ્ઠ દેખાવ કરી જીત મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં આ ચારેય ટીમો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં રમવા જશે.

- text

આ સ્પર્ધાને સફળ બનાવવા તાલુકા કન્વીનર અશોક પટેલ, આર.સી.બાદી, આઈ.એ.બાદી (પટોડી), આઈ.એ.ખોરજીયા તથા સૈયદ ફરહત અલી એ જહેમત ઉઠાવી હતી.

- text